નવી દિલ્હી: લોકો દિવાળીના તહેવારની ઉજવણીમાં કોરોના (Corona Virus) ની દહેશત પણ ભૂલી રહ્યા છે જેના પરિણામે દિન પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં જીવલેણ વાયરસના નવા 45,576 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 89,58,484 પર પહોંચી ગયો છે. જેમાંથી હાલ 4,43,303 લોકો સારવાર હેઠળ છે. જ્યારે 83,83,603 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ એક જ દિવસમાં કોરોનાથી 585 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,31,578 થયો છે. છેલ્લા 24 કલાકમાં 48,493 લોકો ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે નવા 45,576 કેસનો ઉમેરો થયો. આમ દેશમાં એક વાતની રાહત મળી રહી છે કે રિકવરી રેટ સતત વધી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તહેવારો ટાણે દિલ્હીમાં કોરોનાથી હાહાકાર, મોતનો તૂટ્યો રેકોર્ડ, એક જ દિવસમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા


છેલ્લા કેટલાક સમયથી તમે કોરોના વાયરસની ત્રણ રસીઓ (Corona Vaccine) અંગે સારા સમાચાર સાંભળ્યા હશે. પરંતુ હવે અમે તમને આ રસી બની ગયા પછી આવનારી સમસ્યાઓ અંગે જણાવીએ છીએ. જો કે સૌથી પહેલા કોરોનાની રસી વિશે આવેલા સારા સમાચાર ખાસ જાણો.


જમ્મુ: વહેલી સવારે એન્કાઉન્ટરમાં 4 આતંકીનો ખાતમો, ટ્રકમાં છૂપાઈને કાશ્મીર ખીણ તરફ જઈ રહ્યા હતા


આગામી વર્ષના અંત સુધીમાં રસીના 130 કરોડ ડોઝ તૈયાર
અમેરિકાની ફાર્મા કંપની ફાઈઝરે દાવો કર્યો છે કે તેની રસી 95 ટકા સુધી પ્રભાવશાળી છે અને તેના પરિણામ આ રસીના અંતિમ તબક્કાના પરીક્ષણ બાદ આવ્યા છે. હવે ફાઈઝર જલદી કટોકટીની સ્થિતિમાં આ રસીના ઉપયોગની મંજૂરી લઈ લેશે અને જો આ મંજૂરી તેને મળી ગઈ તો આ વર્ષના અંત સુધીમાં રસીના 5 કરોડ ડોઝ તૈયાર થઈ શકે છે. આગામી વર્ષના અંત સુધીમાં રસીના 130 કરોડ ડોઝ તૈયાર થઈ શકે છે. દાવો કરાઈ રહ્યો છે કે આ રસીમાં કોઈ આડઅસર નથી અને 65 વર્ષની ઉપરના લોકો પર આ રસી 94 ટકા સુધી કારગર નીવડી છે. 


કોરોનાની રસીના ઉત્પાદનમાં 4 મોટી સમસ્યાઓ
કોરોનાની રસી પર દુનિયાભરમાં રિસર્ચ ચાલુ છે. જો કે રસી પર રિસર્ચ થાય તે પૂરતું નથી. તેને દુનિયાના લગભગ 750 કરોડ લોકો સુધી પહોંચાડવી એ પણ એક મોટો પડકાર છે. હવે તમે સમજો કે આ રસીના ઉત્પાદનમાં કઈ મોટી સમસ્યાઓ હોઈ શકે છે. 


પ્રેમિકાએ મંગેતર અને માતાની મદદથી પ્રેમીની ઘાતકી હત્યા કરી લાશ ભરૂચમાં ઠેકાણે લગાવી


- એક્સપર્ટના જણાવ્યાં મુજબ અમેરિકાની કંપની Nova vaxની રસીમાં શાર્ક માછલીના લીવરનું તેલ, એક ખાસ ઝાડની છાલ અને લગભગ 500 અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ થયો છે. જો કે અન્ય ફાર્મા કંપનીઓએ પોતાની રસી અંગે કોઈ જાણકારી આપી નથી અને આમ કરવાની શક્યતા પણ નહીવત છે. કારણ કે હાલ દુનિયાની જે પણ  કંપની કોરોના વેક્સિન બનાવીને લોન્ચ કરશે તેને રસી બનાવવાનો મોટો ઓર્ડર મળી જશે. 


- રસી બનાવવામાં એક વિશેષ પ્રકારના ઝાડની છાલનો ઉપયોગ થાય છે જેમાં  Immunity System ને મજબૂત  બનાવવાના ગુણ છે. આ ઝાડ દક્ષિણ અમેરિકામાં મળી આવે છે અને તે વિસ્તાર હાલ દુકાળની ઝપેટમાં છે. એક અન્ય સમસ્યા એ છે કે વર્ષના કેટલાક મહિનામાં જ આ છાલને કાઢી શકાય છે. 


- વેક્સિનમાં શાર્ક માછલીના લીવરના તેલનો ઉપયોગ એ આગામી પડકાર છે. પર્યાવરણવિદને આશંકા છે કે આ રસી બનાવવા માટે મોટા પાયે શાર્ક માછલીનો શિકાર થશે અને સમુદ્રમાંથી શાર્કની અનેક પ્રજાતિઓ વિલુપ્ત થઈ શકે છે. 


- રસી માટે Via (વાયલ) એટલે કે બાટલીઓ Boro-silicate Glass થી  તૈયાર થાય છે. કોઈ સામાન્ય ગ્લાસની સરખામણીમાં તે વધુ તાપમાનને પણ સહન કરી શકે છે. એક અંદાજ મુજબ રસીના નિર્માણ માટે 20 કરોડ બાટલીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. જો કે દુનિયાભરમાં રસી પહોંચાડવા માટે આ બાટલીઓના ઉત્પાદનને વધારવું એ પણ એક મોટો પડકાર છે. એટલે કે રસી બનાવવાનો ફોર્મ્યુલા બનાવ્યા બાદ પણ કોરોના વાયરસને ખતમ કરવો મુશ્કેલ રહેશે. 


રેલવેના ભાડામાં ધરખમ વધારા માટે થઈ જાઓ તૈયાર, વિગતવાર માહિતી માટે કરો ક્લિક


6 મહિના સુધી રસીને સુરક્ષિત રાખવી એ પણ પડકાર
અત્યાર સુધી ફાઈઝર રસીને માઈનસ 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સ્ટોર કરવી એ એક પડકાર ગણાતો હતો. જો કે એમેરિકાની એક વધુ કંપની મોર્ડનાએ દાવો કર્યો છે કે તેમની રસીને સાધારણ ફ્રિઝના તાપમાનમાં પણ સ્ટોર કરી શકાય છે. 


6 મહિના સુધી રસીને સુરક્ષિત રાખવા માટે તેને ફક્ત માઈનસ 20 ડિગ્રીના તાપમાનની જરૂર પડે છે. એટલે કે રસીને સ્ટોર કરવાની સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. જો કે કરોડોની સંખ્યામાં રસી બનાવવા, તેને સ્ટોર કરવા અને પછી યોગ્ય રીતે લોકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા ખુબ જટિલ રહેશે અને તે લાંબા સમય સુધી ચાલી શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube